Connect Gujarat
ગુજરાત

થરાદ  : મોબાઈલ ચોર પકડાઈ જતાં લોકોએ જાહેરમાં જ ચખાડ્યો મેથીપાક

થરાદ  : મોબાઈલ ચોર પકડાઈ જતાં લોકોએ જાહેરમાં જ ચખાડ્યો મેથીપાક
X

થરાદમાં એક મોબાઈલ ચોર પકડાઈ જતાં લોકોએ એને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. છેલ્લા ઘણાં સમયથી હોસ્પિટલમાં આવતાં દર્દીઓના બેડ પરથી મોબાઈલ ચોરીઓ કરતો હતો.

આ મોબાઈલ ચોર પકડાઈ જતાં લોકોએ ફટકારવાનું શરૂ કરી દીધું હતું એક પછી એક થપ્પડો પડતાં પોતે મોબાઈલ ચોરીઓ કરતો હોવાનું સ્વીકાર્યું હતું. અને દેથળી ગામના નાઈ સમાજમાંથી આવતો હોવાનું પણ કબુલ્યું હતું. થરાદના હોસ્પિટલોમા રાત્રે ફરીને ચોરીઓ કરતો મોબાઈલ ચોરને આજે જાહેરમાં મેથીપાક ખાવાનો વારો આવ્યો હતો. જોકે દવાખાને આવતા લોકો દુઃખી હોય છે. તેમજ ઈમરજન્સીમાં કામ માટે પોતાના પરિવાર માટે સમ્પર્ક કરવા માટેનું એકમાત્ર સાધન મોબાઈલ હોય છે.

પરંતુ છેલ્લા સમયથી મોબાઈલની ચોરીઓની ફરિયાદો ઉઠી હતી. જોકે આજે રંગે હાથે ઝડપાયેલા ચોર પર રોષે ભરાયેલા લોકોએ બધીજ કસર નીકાળી દીધી હતી. જોકે લોકોએ મારમારી શીખ આપી ચોરને છોડી દીધો હતો બાદમાં આ વીડિયો વાયરલ થઈ ગયો હતો.

Next Story
Share it