/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/mhadev.jpg)
દાહોદ નજીક ચોસાલા ગામમાં આવેલુ એતિહાસીક ભગવાન શિવનું મંદીર કે જયા દિવસ રાત બારેમાસ કુદરતી ઝરણુ વહેતુ રહે છે જમીનની ગુફામાં આવેલુ અને સુંદર વાતાવરણમાં બિરાજમાન ભગવાન મહાદેવના મંદીરે દરરોજ મોટી સંખ્યામાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના શીવજીના ભક્તો પોતાની મનોકામનાઓ લઈને આવતા રહે છે ત્યારે હાલમાં શિવજીને પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ત્યારે દાહોદ શહેરથી દસ કીલો મીટર દુર ચોસાલા ગામ નજીક આવેલા કેદારનાથ મંદીરે ભગવાન મહાદેવના મંદીરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું.
જેમા દાહોદ જીલ્લાના તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદી વિસ્તારના શ્રદ્ધાલુઓ પણ કેદારનાથ ખાતે બિરાજમાન ભગવાન મહાદેવની આરતી કરવા માટે પોતાની શ્રદ્ધા મુજબ આવયા હતા અને ભગવાન મહાદેવ તેમની દરેક ઈચ્છાઓ પુર્ણ કરતા હોય છે તેથીજ શ્રાવણ માસ પછી પણ શ્રદ્ધાલુઓ ચોસાલાના કેદારનાથ ખાતે આવેલા ભગવાન મહાદેવના મંદીરે આવતા હોય છે ત્યારે આજે શ્રાવણના બીજા સોમવારે મહાદેવના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી ત્યારે દાહોદના સરહદી વિસ્તારના મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરના શ્રદ્ધાલુઓએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેના દર્શન કરી શિવ ભક્તોએ હર હર મહાદેવનો નાદ ગુંજવી મંદિર-પરિસરનું વાતાવરણ શિવમય બનાવી દીધું નજરે પડી રહેલ હતું.