દાહોદ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ કર્યું અનોખું સંશોધન

New Update
દાહોદ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ કર્યું અનોખું સંશોધન

ગુજરાત સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી હેઠળ આર્થિક અનુદાનથી દાહોદની સરકારી ઇજનેરી કોલેજના છાત્રોએ પંચર પડી ગયા પછી પણ ગાડી ૨૦ થી ૨૫ કીલોમિટર સુધી ચાલી શકે તેવુ સંશોધન શોધી કાઢયું છે.

Advertisment

દાહોદ સ્થિત સરકારી ઇજનેરી કોલેજની મિકેનિકલ શાખાના છાત્રોએ એક નવતર સંશોધન કર્યું છે. જેમાં તમારી ફોર વ્હિલરમાં પંચર પડી ગયું હોય તો તે ગાડી લગ લગાટ ૨૦ કિલોમિટર સુધી ચાલી શકે છે. દાહોદની ભૌગોલિક પરિસ્તિથીને ધ્યાને રાખીને કરવામાં આવેલા આ સંશોધનની પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે ગુજરાત સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત મળેલી આર્થિક સહાયને પગલે આ સંશોધન શક્ય બન્યું છે.બેટરી થી ચાલતા મિની કમ્પ્રેસરના ઉપયોગથી આ સંશોધન કરવામાં આવ્યું છે. મિકેનિકલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ જિલ્લાના વાહન ચાલકોની સલામતી વિષયે એક પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે દાહોદ જીલ્લામાં હાઇવે પર વાહનોને રોકી લૂંટ ચલાવવા માટે, રસ્તા પર તીક્ષ્ણ વસ્તુઓ પાથરી વાહનોના ટાયરને પંકચર કરવાની મોડસ ઓપરેન્ડી વાપરવામાં આવે છે તો આ સમસ્યાના નિવારણ માટે વિદ્યાર્થીઓએ એક નવી ટેકનૉલોજી વિકસાવી છે જેની મદદથી પંકચર થયેલું વાહન પણ વગર અટકાવે લગભગ ૨૦ કિલોમીટર સુધી સલામત રીતે ચાલી શકે છે. જો કે, આ મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે ? એ બાબત પેટન્ટ રજીસ્ટર થયા બાદ જ જાહેર કરવામાં આવે છે. આ સંશોધન આશિષ ગુપ્તાના માર્ગદર્શન નીચે ગૌરવ ચાલે, મયુર માલા અને કાર્તિક પટેલ નામના છાત્રોએ કર્યુ છે.

આ પ્રયોગનું પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાયેલ એક આંતરરાષ્ટ્રીય ચર્ચાસભા (કોન્ફરન્સ) માં પણ કરવામાં આવ્યું હતું. આ સંશોધનની શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ નોંધ લીધી હતી. આ પોલિસી અંતર્ગત પ્રતિભાવાન વિદ્યાર્થીઓને પોતાનો સ્ટાર્ટઅપ માટેનો વિચાર રજૂ કરવાની અમૂલ્ય તક આપવામાં આવે છે તથા યોગ્ય સંભાવના ધરાવતા વિચારને સંવર્ધન તથા પ્રૂફ ઓફ કોન્સેપ્ટ વિકસાવવા માટે પ્રાથમિક રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય કે જે રૂ. ૨,૦૦,૦૦૦ સુધી વધારી શકાય છે. નવતર વિચાર માટે જો જરૂરિયાત હોય તો પેટન્ટની નોંધણી માટે રૂ. ૨૫,૦૦૦ સુધીની સહાય પણ આપવામાં આવે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાથી પ્રથમ ૨૦ સંસ્થાઓને આ પોલિસી અંતર્ગત ગ્રાન્ટ આપવામાં આવી હતી. જેમાં સરકારી ઈજનેરી કોલેજ દાહોદનો પણ સમાવેશ થાય છે.

Advertisment
Read the Next Article

ગુજરાતમાં 3300 કરોડના વિકાસકાર્યોનું PM મોદી કરશે ખાતમુહૂર્ત,કચ્છથી લઇ દાહોદ સુધી તડામાર તૈયારીઓ શરૂ

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.

New Update
aa

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.

Advertisment

આ દરમિયાન મોદી 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે આગામી 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. અને શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઈને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રંટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે.

આ ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રીનો પહેલો ગુજરાત પ્રવાસ છે.તા. 26,27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.જેમાં ખાસ કરીને અમદાવાદદાહોદભૂજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે.26મેના રોજ PM મોદી વડોદરાના મહેમાન બનશે અને અહીં રોડ-શો દ્વારા લોકોનું અભિવાદન ઝીલશે. ત્યાર બાદમાં PM મોદી દાહોદની મુલાકાત લેશે. અહીં દાહોદમાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે. આ સાથે દાહોદમાં PM મોદી જનસભાને સંબોધન કરવાના છે.

આ તરફ વડોદરા અને દાહોદ બાદ PM મોદી કચ્છની મુલાકાતે જશે. અહીં ભૂજમાં PM મોદી જાહેરસભાને સંબોધિત કરશે. આ તરફ કચ્છથી અમદાવાદ આવી PM મોદી રોડ-શોમાં સામેલ થશે. આ સાથે 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. અહીં શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમમાં સામેલ થઈને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે PM મોદી અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રંટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે.

Advertisment
Latest Stories