દાહોદ: કઠલા ખાતે પ્રાથમિક શાળામાં બાળકો ઓટલા ઉપર બેસી ભણવા બન્યા મજબૂર

40

આમ તો શિક્ષણ ને લઈને સરકાર અનેક દાવાઓ કરે છે સુવિધાયુક્ત શ્રેષ્ઠ શિક્ષણ, સ્માર્ટ ક્લાસ સહિત ના અનેક દાવાઓ કરવામાં આવે છે. ત્યારે સરકાર ના તમામ દાવા પોકળ સાબિત કરતી એક શાળા દાહોદના કઠલા માં આવેલી છે કે જ્યાં વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસ નહીં પરંતુ બેસવા માટે એક સારો ઓરડો પણ નથી.

દાહોદ ના કઠલા ખાતે ડાબરા ફળિયા માં રાજ્ય સરકાર હસ્તક ની ધો ૧ થી ૪ ની શાળા વર્ષો થી ચાલે છે. જ્યારથી શાળાની શરૂઆત થઈ ત્યારે બે ઓરડા બાંધવામાં આવ્યા હતા આજે એ બે ઓરડાની હાલત પણ દયનીય જોવા મળી રહી છે. ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે. શાળા માં ધો ૧ થી ૪ ના  ૨૩૦ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ઓરડા ના અભાવ ને કારણે ધો ૧ અને ધો ૨ ના બાળકો જીવ ના જોખમે  તિરાડ વાળા જર્જરિત  રૂમ માં બેસી ને ભણે છે.

જ્યારે ધો ૩ અને ૪ ના બાળકો ઓટલા ઉપર બેસી ને ભણવા મજબૂર છે. જે રૂમ માં બેસી ને બાળકો અભ્યાસ કરે છે. તેને જ સ્ટોર રૂમ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમાં રસોડા ના વાસણો સહિત નો સામાન એક ખૂણા માં પડ્યો હોય છે અને એક બાજુ બાળકો બેસી ને ભણતા હોય છે. શાળા ની દશા જોતાં ત્યાં અભ્યાસ કરતાં  ગરીબ આદિવાસી બાળકો ની હાલત દયનીય જોવા મળી રહી છે. જે બાળકોને સ્માર્ટ ક્લાસ નહીં પરંતુ માત્ર સુરક્ષિત બેસવા માટે એક રૂમ પણ સપના સમાન લાગી રહ્યો છે.

LEAVE A REPLY