/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/fpHeJnxO-2.jpg)
દાહોદ જિલ્લાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામુહિક વિજ્ઞાન મેળો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આવેલી રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો હતો. આ મેળો ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં સમગ્ર જિલ્લાના વિવિધ શાળાઓના બાળકોએ અવનવી કૃતિઓ અને આવનારી સદીઓના વિજ્ઞાનિકોની કૃતિઓ રજુ કરી હતી.
પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષકો બાળકો પોતાની પ્રતિભા બતાવે અને પોતાની શાળા અને ગામનું નામ રોશન કરે એ દિશામાં કામ કરી રહયા છે. ગામડાના બાળકોએ પણ આજે ટેક્નોલોજી મુદ્દે આકર્ષક કૃતિઓ રજુ કરી હતી. શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થીઓએ આ કૃતિઓ રજુ કરી હતી. જેને સૌ કોઈએ નિહાળી હતી અને બાળકોને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યા હતા. ગામડાના દીકરા દીકરીઓ આગળ વધે અને પોતાના ગામનું નામ રોશન કરે તે માટે આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું.