Top
Connect Gujarat

દાહોદ: MPને અડીને આવેલા ગામડાના રસ્તા ઉપરથી ૬ પિસ્ટલ અને ૨૦ કારતુસ સાથે બે ઝડપાયા

દાહોદ: MPને અડીને આવેલા ગામડાના રસ્તા ઉપરથી ૬ પિસ્ટલ અને ૨૦ કારતુસ સાથે બે ઝડપાયા
X

પોલીસે ૬ પીસ્તોલ,૨૦ કારતુસ સાથે એક બાઇક કરી જપ્ત

દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા પોલિસ પોતાની કામગીરીમાં સતર્ક બની છે. દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે મધ્યપ્રદેશ તરફથી હથિયારોની હેરાફેરી થતી હોવાની શક્યતાઓને ધ્યાને લઈ દાહોદ જિલ્લા પોલિસ દ્વારા દાહોદ જિલ્લાના ગામડાના રસ્તાઓ જે મધ્યપ્રદેશને અડીને આવેલ છે. ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા એક બાઇક પર સવાર બે શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડયા હતા.

પોલીસે ઝડપાયેલા બે ઇસમો પાસેથી દેશી બનાવટની પીસ્ટલ નંગ.૬, જીવતા કારતુસ નંગ.૨૦ અને એક બાઇક મળી કુલ રૂ.૯૨,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આ બંન્ને ઈસમો વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ તાલુકાના આગાવાડા - ગુલબાર ચોકડી રોડ ઉપર અંગત બાતમીના આધારે એક નંબર વગરની બાઇક સાથે બે સરદારજી ઈસમો પ્રહલાદસિંહ ગુલઝારસિંહ ચીખલીગર ભાટીયા (રહે. સીંધાના કુક્ષી રોડ, ગાયત્રી મંદિર પાસે, તા.મનાવર, જી.ધાર,મધ્યપ્રદેશ) અને કાલુસિંગ તારાસિંગ ચીખલીગર બાવરી (રહે.સીંધાના કુક્ષી રોડ,ગાયત્રી મંદિર પાસે,તા.મનાવર, જિ.ધાર, મધ્યપ્રદેશ) એમ બંન્ને જાણ પોલિસને શંકાસ્પદ લાગતા પોલિસે બંન્નેને બાઇક સાથે રોક્યા હતા.

ઉપરોક્ત બંન્ને આરોપીઓના ગુન્હાહિત પ્રવૃતિઓના ઈતિહાસની વાત કરીએ તો સીંધાના કુક્ષી રોડ ગાયત્રી મંદિર પાસે, તા.મનાવર,જી.ધાર,(મધ્યપ્રદેશ)માં અગાઉ ગેરકાયદેસર હથિયારો રાખવાના ગભીર ગુનાને અંજામ આપેલ હતો.

Next Story
Share it