Connect Gujarat
ગુજરાત

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું ૮૧ વર્ષની જૈફ વયે થયું નિધન

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું ૮૧ વર્ષની જૈફ વયે થયું નિધન
X

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન થયું છે. શિલા દિક્ષિતનું ૮૧ વર્ષની વયે નિધન થયું છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતનું ૮૧ વર્ષની વયે નિધન થયું છે. શીલા દીક્ષિત લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં શીલા દીક્ષિતે અંતિમ શ્વાસ લીધા હતા.

આજે સવારે જ તેમને એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શીલા દીક્ષિતે બપોરે ૩.૩૦0 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. શીલા દીક્ષિત વર્ષ ૧૯૯૮ થી ૨0૧૦ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. તે સૌથી વધારે ૧૫ વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. કોંગ્રેસની કદ્દાવર નેતા રહેલાં શીલા દીક્ષિતનો જન્મ ૩૧ માર્ચ ૧૯૩૮ના રોજ પંજાબના કપૂરથલામાં થયો હતો. તેમણે દિલ્હીના કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં અભ્યાસ અને પછી દિલ્હી યુનિવર્સિટીના મિરાંડા હાઉસ કોલેજથી માસ્ટર્સ ઓફ આર્ટ્સની ડિગ્રી હાંસલ કરી હતી. શીલા દીક્ષિત વર્ષ ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી ઉત્તર પ્રદેશના કન્નૌજના સાંસદ રહ્યા હતા. દિલ્હીનો ચહેરો બદલવાનો શ્રેય શીલા દીક્ષિતને આપવામાં આવે છે. તેમના કાર્યકાળમાં દિલ્હીમાં અનેક વિકાસ કાર્યો થયા હતા.

Next Story