/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/dfsdf.jpg)
ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને એ જ ગામમાં રહેતા યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરી યુવતીને સગર્ભા બનાવતા યુવતીએ લંપટ યુવક વિરુદ્ધ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
પોલીસ સુત્રિય માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી એક યુવતીને ત્રણેક વર્ષ અગાઉ યુવતીને તેની સખીના લગ્નમાં યુવક સાથે મુલાકાત હતી, જે મુલાકાતથી યુવક યુવતી વચ્ચે મિત્રતા બંધાઈ હતી. યુવતીના પિતાની યુવતીના લગ્ન માટે અંકલેશ્વર તાલુકાના એક ગામ ખાતે એક યુવક સાથે લગ્ન માટે વાતચીત ચાલતી હતી. જેની જાણ લપંટ યુવકને થતાં યુવકે યુવતીને હું તારી સાથે લગ્ન કરીશ, તું અન્ય યુવક સાથે લગ્ન કરવાનું કેમ કહે છે..?, ત્યાર બાદ યુવકે યુવતીના ઘરની બાજુમાં આવેલા એક ભાઈના ગભાણમાં યુવતીને મળવા બોલાવી લગ્ન કરવાની લાલચ આપી યુવતીની મરજી વિરૂદ્ધ માંગણી કરી હતી.
લંપટ યુવકે યુવતીની મરજી વિરુધ્ધ યુવતી સાથે દુષ્કર્મ આચરી સગર્ભા બનતાં યુવકે યુવતીને તરછોડી દઈ ભરૂચ તાલુકાના એક ગામની યુવતી સાથે આ યુવકે લગ્ન કરી લીધા હતા. જે બાબતે યુવતીએ યુવકને પૂછતાં યુવકે યુવતીને તારાથી થાય તે કરી લે તારી સાથે લગ્ન નહીં કરું અને તું આ બાબત કોઇને કહીશ તો યુવતીને બદનામ કરી નાંખવાની ધમકી પણ લંપટ યુવકે આપી હતી. યુવતીને પોતાની તથા પોતાના પરિવારની આબરૂ જવાની બીકે યુવતીએ જાણ ઘરમાં કરી ન હતી.
પરંતુ યુવતી સગર્ભા બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા યુવતીના માતા પિતાએ યુવકના માતા પિતાને સમગ્ર હકીકત જણાવતા લંપટ યુવકના માતા પિતાએ યુવતીના માતા પિતા સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કરી મારો પુત્ર તમારી પુત્રી સાથે લગ્ન નહીં કરે થાય તે કરી લેજો. આ બાબતની તમામ હકીકત યુવતીએ પોલીસ ફરિયાદમાં નોંધાવીછે. જે સંદર્ભે ભોગ બનનાર યુવતીએ લંપટ યુવક વિરૂદ્ધ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લપંટ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે...