દેશના 73મા સ્વાતંત્રય પર્વ પહેલા દીલ્હીમાં પરેડનું રીહર્સલ

New Update
દેશના 73મા સ્વાતંત્રય પર્વ પહેલા દીલ્હીમાં પરેડનું રીહર્સલ

દેશના 73મા સ્વાતંત્રય પર્વની ઉજવણીનો સમગ્ર દેશમાં થનગનાટ જોવા મળી રહયો છે. દીલ્હીના લાલ કિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિરંગો ફરકાવશે.publive-image

1947ના ઓગષ્ટ મહિનામાં ભારત દેશને અંગ્રેજ શાસનમાંથી મુકિત મળી હતી. 15મી ઓગષ્ટ 1947ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 1950ની સાલથી સ્વાતંત્રય પર્વના દિવસે વિદેશી મહેમાનોને ધ્વજવંદન સમારંભમાં હાજર રાખવામાં આવે છે. દેશના 73માં સ્વાતંત્રય પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

publive-image

દેશની રાજધાની દીલ્હીને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહયું છે. 15મી ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની આન, બાન અને શાન સમાન તિરંગો લહેરાવશે. દીલ્હી ખાતે આવેલી ઐતિહાસિક ઇમારતોને રોશનીથી સજાવી દેવામાં આવી છે. લશ્કરી તથા અર્ધ લશ્કરી દળોની વિવિધ ટુકડીઓએ તેમની પરેડનું રીહર્સલ કરી દીધું છે. વિવિધ રાજયોની સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે ટેબ્લોનું પણ નિર્દશન કરવામાં આવશે.