દેશી યુદ્ધ જહાજ તેજસનો વાયુસેનામાં કરાયો સમાવેશ

New Update
દેશી યુદ્ધ જહાજ તેજસનો વાયુસેનામાં કરાયો સમાવેશ

દેશમાં બનેલા સ્વદેશી બનાવટના યુદ્ધ વિમાન તેજસનો બેંગલુરૂમાં શુભ મૂર્હુતે ભારતીય વાયુસેનામાં શુક્રવારે સમાવેશ કરવામાં આવ્યો છે.

અગાઉ વાયુસેનામાં 2 તેજસ વિમાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બધા જ ધર્મોની પ્રાર્થના કરવામાં આવી હતી અને શ્રીફળ ફોડવામાં આવ્યું હતું.

17 મેના રોજ તેજસમાં પ્રથમ ઉડ્ડયન કરનાર એર ચીફ માર્શલ અરૂપ રાહાએ વિમાનને વાયુસેનામાં સમાવેશ કરવા માટે લીલીઝંડી આપી હતી.

આ પ્રસંગે વાયુસેનાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આ વર્ષમાં 6 અને આવતા નાણાંકીય વર્ષણાં 8 નવા વિમાનોને વાયુસેનામાં સમાવવાનું આયોજન છે.