/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/unnamed-5-5.jpg)
રાજકોટ પાસે આવેલ ધોરાજીમાં સોના ઉપર લોન ધિરાણનું કાર્ય કરતી મુથુટ ફાઇનાન્સની ઓફિસમાં ત્રણ હથિયાર ધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા, અને દેશી તમંચો બતાવીને 5 કિલો સોનાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.
મુથુટ ફાઈનાન્સમાં ત્રણ અજાણ્યા શખ્સો દેશી તમંચો લઈને પ્રવેશ્યા હતા,અને કર્મચારીઓને એક રૂમમાં પુરી દઈને તિજોરીમાં મુકેલ 5 કિલો સોનાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.અંદાજિત 90 લાખના સોનાની લૂંટની ઘટના અંગેની જાણ ધોરાજી રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.અને બનાવ અંગેની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસે મુથુટ ફાઇનાન્સમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવ્યા છે અને તેના આધારે પણ લૂંટારુઓ નું પગેરુ મેળવવા ની કવાયત હાથ ધરી છે.