Connect Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા: ફોનમાં મશગુલ પતિએ ટ્રેક્ટરથી કપાસ વિણતી પત્નીને જ લીધી હડફેટે

ધ્રાંગધ્રા: ફોનમાં મશગુલ પતિએ ટ્રેક્ટરથી કપાસ વિણતી પત્નીને જ લીધી હડફેટે
X

કટરમાં ફસાઈ જતાં બન્ને પગ કપાયા

ધ્રાંગધ્રાના

સોલડી ગામની સીમમાં પતિ-પત્ની કપાસની સાઠીયું પાડી રહ્યા હતા. આ સમયે ટ્રેક્ટર

ચલાવતા પતિ મોબાઇલમાં વાત કરવા જતા પત્નીને ટ્રેક્ટરની અડફેટે લેતાં કટરમાં ફસાઇ

ગઈ હતી, જેથી

બંન્ને પગ કપાઇ ગયા હતા. પત્નીની બૂમો સાંભળી પતિએ ટ્રેક્ટર બંધ કરી દીધુ હતુ. આસપાસના

લોકોની મદદથી એક કલાકની મહેનત બાદ મહિલાને બહાર કાઢી હતી.

દરમિયાન

ફોન આવતા અશ્વિનભાઇ ફોનમાં વાત કરવામાં મશગૂલ રહેતાં ટ્રેક્ટરની અડફેટે કુંદનબેન

આવી જતાં તેના પગ કટરમાં આવી જતા કપાઇ ગયા હતા. કુંદનબેને ચીસ પાડતાં અશ્વિન ભાઇએ

ટ્રેક્ટર ઉભુરાખી તેમને કટરમાંથી બહાર કાઢવાની કોશિક કરાવા લાગ્યા હતા. આ બનાવની

જાણ થતા આસપાસ ખેતરમાં કામકરતા લોકો દોડી આવ્યા હતા અને કટરખોલી એક કલાકની

મહેનતબાદ ફસાયેલ કુંદનબેનને કપાયેલ પગ સાથે બહાર કાઢી ધ્રાંગધ્રા દવાખાને સારવાર

અર્થે લઇ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા.

Next Story