નડીયાદની માસુમ બાળકી નો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી

New Update
નડીયાદની માસુમ બાળકી નો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી

ખેડા જિલ્લાનાં નડીયાદનાં સંતરામ ડેરી રોડ પરનાં લક્ષ્ય ડુપ્લેક્સ પાસેથી સોમવારની સાંજે 7 વર્ષીય તાનિયાનું અપહરણ થયું હતુ, જે અંગે નડીયાદ પોલીસ દ્વારા તપાસ બાદ બાળાનાં કોઈજ સઘળ મળ્યા નહોતા, પરંતુ મહિસારગ નદીનાં કિનારે થી બાળકીનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

નડીયાદની 7 વર્ષીય માસુમ બાળકી તાનિયાનાં અપહરણ બાદ તેનો મૃતદેહ આંકલાવ તાલુકાનાં સંખ્યાડ ગામની સીમમાં મહીસાગર નદીનાં કિનારે થી મળી આવ્યો હતો.સ્થાનિક લોકોએ મૃતદેહ જોયા બાદ પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં તાનિયાનાં બંને હાથ અને પગનાં પંજા કાપી નાખી તેમજ તેના વાળ કાપીને હત્યારાઓએ ક્રુર હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ. અને પોલીસે ઘટનામાં બાળકીનાં પાડોશી યુવક અને તેના સાગરીતોની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.

ઉલ્લેખનીય છે કે તાનિયાનું અપહરણ ખંડણી માટે કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.