New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/09175910/maxresdefault-109.jpg)
નડીયાદમાં
આવેલાં માઇ મંદિરના
પીઠાધિપતિ કેશવ ભવાની મહારાજ દેવલોક પામ્યાં છે. તેમના નશ્વર દેહને હાલ મંદિર
પરિસરમાં દર્શન માટે રાખવામાં આવ્યો છે અને 11મીએ સાંજે ચાર કલાકે તેમના દેહને સમાધિ
અપાશે.
ખેડા જીલ્લાના મુખ્ય મથક નડીયાદમાં આવેલ
શ્રી માઈ મંદિરના પીઠાધીપતિ ૧૦૦૮ શ્રી કેશવ ભવની મહારાજ આજ રોજ બ્રાહ્મલીન થયાં
છે. તેમના નિધનના સમાચાર બાદ શ્રધ્ધાળુઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના
નશ્વર દેહને મંદિરના પરિસરમાં દર્શન માટે રાખવામાં આવ્યો છે. 11મી તારીખ સુધી તેમના દેહને આખરી દર્શન
માટે રાખવામાં આવશે. 11મીએ સાંજે
ચાર કલાકે તેમને સમાધિ આપવામાં આવશે. મહંતના નિધન બાદ રાજકીય તથા વિવિધ ક્ષેત્રના
અગ્રણીઓએ તેમને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.