નમસ્તે ઇંગ્લેન્ડમાં અક્ષય કુમારના સ્થાને અર્જુન કપૂર

New Update
નમસ્તે ઇંગ્લેન્ડમાં અક્ષય કુમારના સ્થાને અર્જુન કપૂર

નિર્માતા દિગ્દર્શક વિપુલ શાહે થોડા દિવસો પહેલા નમસ્તે લંડનની સિકવલ એવી ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં અભિનેતા અક્ષયકુમારને જ લીડ રોલમાં લેવાની દિગ્દર્શકની ઈચ્છા હતી, પરંતુ અક્ષયકુમારે હવે સામાજિક મુદ્દાઓને ઉજાગર કરી તેની વિરુદ્ધ પોતાની સ્ટાઇલ અને ફિલ્મોથી લોકો સુધી સંદેશ પહોચાડવાનો નિર્ણય લીધો છે.

નમસ્તે ઇંગ્લેન્ડ એક કમર્શિયલ મસાલા કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં હવે અક્ષયના સ્થાને અર્જુન કપૂરની પસંદગી થઈ હોવાના અહેવાલ છે. અર્જુન સાથે ફિલ્મમાં લીડ અભિનેત્રી તરીકે પરિણીતી ચોપરા જોવા મળે એવી અટકળો ચાલી રહી છે, ફિલ્મનું શુટિંગ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.