• સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના મંત્રાલયો તેમજ નિગમ પાસે જવાબો માંગ્યા

નર્મદા  નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ભરૂચની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા લડત  આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ તેમજ ભરૂચ સીટીઝન કાઉન્સિલ દ્વારા અગાઉ એન.જી.ટીમાં પિટિશન દાખલ  કરવામાં આવી હતી પરંતુ ત્યાં થી કોઈ યોગ્ય નિકાલ ન આવતા આ અંગે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પિટિશન  અરજી સ્વીકારી લાગતા વળગતા વિભાગને નોટિસ જાહેર કરી જવાબો માંગ્યા છે

ભરૂચ  નજીકથી વહેતી નર્મદા નદી હાલ સૂકી ભઠ થઇ ગઈ છે. અને દરિયાના ખરા પાણીનું તેના પર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નર્મદા નદી સુકાતા દરેક ક્ષેત્રના લોકોને તેની અસર જોવા મળી રહી છે પછી એ માછીમારી હોય, કૃષિ ક્ષેત્ર હોય, પ્રવાસન ક્ષેત્ર હોય કે ઉદ્યોગો હોય તમામ લોકો કે જેઓ નદી પર નિર્ભર છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે નર્મદા નદીને જીવંત રાખવા માટે વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ આગળ આવી છે. આ અંગે નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ તથા ભરૂચ સીટીઝન કાઉન્સિલ દ્વારા સંયુક્ત પણે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ પિટિશનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એન કેન્દ્ર સરકારના વેન અને પર્યાવરણ તેમજ ક્લાઈમેટ ચેન્જ વિભાગ, નર્મદા કંટ્રોલ ઓથોરિટી, જળ સંશાધન અને રિવર ડેવલપમેન્ટ વિભાગ, સરદાર સરોવર નિગમ, ગુજરાત સરકારના પાણી સંશોધન અને જળવિતરણ વિભાગ, ગુજરાત સરકારના વેન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને નોટિસ આપવામાં આવી છે અને આ મુદ્દે જવાબો રજુ કરવા મુદત આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં નર્મદા નદી ભરૂચ નજીક મૃતપાય અવસ્થામાં આવી ગઈ છે. અને ભરૂચ ગોલડન બ્રિજ નજીક તો જાણે સફેદ રણ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે સરદાર સરોવર ડેમ ઉપરથી રિવર બેડમાં પૂરતા પ્રમાણમાં પાણી ન છોડતા જળચરોને પણ નુકસાન પહોંચી રહ્યું છે અને ભૂગર્ભ જળ પીવાલાયક નથી રહ્યા ત્યારે ડેમ પરથી નિયત કરાયેલ 600 ક્યુસેક કરતા 1500 ક્યુસેક પાણી છોડવામાં આવે અને નર્મદા નદીને જીવંત રાખવામાં આવે તેવી માંગ સાથે આ પિટિશન દાખલ કરવામાં આવી છે. આગામી સમયમાં નર્મદા નદીને જીવંત રાખવા માટે ભરૂચવાસીઓએ જ આગળ આવી આંદોલનનું સ્વરૂપ આપવું પડે તેમ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here