Connect Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાના વડિયા ગામે ગ્રામપંચાયત  કચેરીની છતના પોપડાઓ ખરી પડયા

નર્મદા જિલ્લાના વડિયા ગામે ગ્રામપંચાયત  કચેરીની છતના પોપડાઓ ખરી પડયા
X

નર્મદા જિલ્લાના વડિયા ગામે ગ્રામપંચાયત કચેરીની છતના પોપડાઓ ખરી પડયા હતા. વડિયા ગ્રામ પંચાયત નું કેન્દ્ર ઇ ધારા કેન્દ્રમાં ઘટના બની હતી.જોકે રાત્રીના વરસાદ પડતાં મકાનની છત પરના સિમેન્ટના પોપડાઓ ખરી પડતા ટેબલ અને ખુરસી પણ તૂટી પડી હતી. 1971 માં બનેલ વડિયા ગ્રામ પંચાયત ઘર આજે 48 વર્ષ થયા છતાં છેલ્લા 5 વર્ષથી જર્જરિત છે. અને જે અંગે ગ્રામપંચાયત માં ઠરાવ કરી જિલ્લા પંચાયત અને જિલ્લા આયોજન માં પણ માંગ કરી છે પરંતુ વાડિયા ગામની આ કચેરી હાલ બની નથી જેથી સ્થાનિકો અને સભ્યો માં રોષ ફેલાયો છે.

છેલ્લા ઘણાં વર્ષોથી જર્જરિત મકાનમાં ચાલી રહેલી આ ગ્રામપંચાયત ની કચેરી માં જે એ ધારા કેન્દ્ર ચાલુ છે જેમાં મહિલા અને પુરુષ કર્મચારી રોજ ટેબલ પર બેસી કોમ્યુટર વર્ક કરે છે, પટાવાળા પણ ત્યાં હોય છે અને ગામના રેશન કાર્ડ ની કુપન અને 7/12, 8-અ ના ઉતારા માટે ગામલોકોની લાઈનો લાગી હોય છે એટલે જો સવારે આ પોપડા ખર્યા હોત તો મોટી જાનહાની થાત જોકે અહીંના કર્મચારીઓ દ્વારા લેખિત અને મૌખિક અનેક વાર રજુવાતો કરવામાં આવી પરંતુ તંત્ર નું પેટનું પાણી પણ ન હાલતા હાલ હવે આજ કર્મચારીઓ ફરી તંત્ર પાસે નવા પંચાયત ની માગ કરી રહ્યા છે.

Next Story
Share it