ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં ૯.૩૭ કયુબીક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમ તા. ૧૦ મી ઓગષ્ટ,૨૦૧૯ ના રોજ તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૬ મીટરે થતા કાકડીઆંબા ડેમ ગત ૨૦૧૩ ના વર્ષ બાદ આ ડેમ હાલમાં પુનઃ છલકાયો છે.(ઓવરફલો થયેલ  છે) હાલમાં આ ડેમ ૫ સે.મી. ઓવરફલો છે અને ડેમમાં ૨૧૧ કયુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઇ છે.

નાયબ કાર્યપાલક ઇજનેર વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ કાકડીઆંબા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં ૯.૩૭ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here