Connect Gujarat
ગુજરાત

નર્મદા ડેમ : જળ સપાટી 134.40 મીટર, 10 દરવાજા ખોલી નદીમાં છોડાઇ રહેલું પાણી

નર્મદા ડેમ : જળ સપાટી 134.40 મીટર, 10 દરવાજા ખોલી નદીમાં છોડાઇ રહેલું પાણી
X

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે આવેલાં નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૪.૪૦ મીટરે પહોંચી છે. નર્મદા ડેમના ૧૦ દરવાજા ખુલ્લા હોવાની સાથે ડેમમાં ૧,૭૭,૩૫૧ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૧૭,૦૦૦ ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. તા. ૯ મી તારીખથી રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૨૯ મી ઓગષ્ટના રોજ સવારના ૮:00 વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૭,૯૮૮ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના ૩ યુનિટ મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૪,૧૯૬ મેગાવોટનું વિજ ઉત્પાદન કરવામાં આવ્યું છે.

Next Story