Connect Gujarat
ગુજરાત

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ, ૬૫૦ થી વધુ લોકોનું સ્‍થળાંતર

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ, ૬૫૦ થી વધુ લોકોનું સ્‍થળાંતર
X

નવસારી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 178 મીમી (સાત ઈંચ) વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવનને અસર પડી હતી. નવસારી કલેકટર દ્વારા વરસાદની આગાહીને અનુલક્ષીને તમામ અધિકારીઓને એલર્ટ કર્યા હતા. કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયાના જણાવ્‍યા અનુસાર વરસાદના કારણે નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્‍તાર અને કાલીયાવાડીના અસરગ્રસ્‍ત લોકોને સલામત સ્‍થળે ખસેડયા હતા. લોકોને નદી કિનારે ન જવા તેમજ માછીમારોને મચ્‍છીમારી અર્થે દરિયો ન ખેડવા પણ સુચનાઓ આપી છે. વરસાદને પગલે નવસારી શહેરની શાળાઓમાં બાળકો માટે રજા જાહેર કરવામાં આવી હતી. પુર નિયંત્રણ કક્ષ અને નગરપાલિકાના જણાવ્‍યા અનુસાર ૬૫૦ થી વધુ લોકોનું સ્‍થળાંતર કરાવવામાં આવ્‍યું હતું.

નવસારી ધારાસભ્‍ય પિયુષ દેસાઇએ પણ અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લીધી હતી. નવસારી નગરપાલિકા વિસ્‍તારમાં બાપુનગર, જુનાથાણા, શનીદેવ મંદિર, મિશ્રશાળાનં-૪, દશેરા ટેકરી, સરસ્‍વતી મંદિર સામે મિશ્રશાળા નં-૧૦, રેલરાહત કોલોની, દશેરા ટેકરી વાઘરી મહોલ્લો, ઘેલખડી, જલાલપોર પટેલ સોસાયટી, બોદાલી રોડ, ગાંધીનગર સોસાયટી જલાલપોર રોડ સહિત ૧૪૮ જેટલા ઘરોમાં પાણી ભરાયા હતા અને ૧૫ લોકોનું સ્‍થળાતંર કરવામાં આવ્‍યું હતું. નવસારી નગરપાલિકા દ્વારા ૧૬૦૦ જેટલા ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

વિજલપોર નગરપાલિકા વિસ્‍તારમાં અમીધારા સોસાયટી પાછળ હળપતિવાસમાં ૧૦ કુટુંબના ૪૧ વ્‍યકિતઓનું ગુજરાતી પ્રાથમિક શાળા વિજલપોર રેલવે ફાટક સામે સ્‍થળાંતર કરાવવામાં આવ્‍યું છે. જયારે કાલિયાવાડીમાં ભુતફળિયા, રાજીવનગર, જકાતનાકા પાછળ વિસ્‍તાર, ઘેલ તલાવડી અને તેનો આજુબાજુનો વિસ્‍તારના અસરગ્રસ્‍ત ૬૦૦ લોકોને ભુત ફળિયા આંગણવાડી, રાજીવનગર સંતકેવલ મંદિર, જકાતનાકા આયુર્વેદિક હોસ્‍પિટલ ખાતે સ્‍થળાંતર કરાયું હતું.

Next Story