નવસારી લોકસભા બેઠક ઉપર ગણદેવી, જલાલપોર, નવસારી, વાંસદા બેલેટ પેપરથી મતદાન કરવાનો કરાયો પ્રારંભ

New Update
નવસારી લોકસભા બેઠક ઉપર ગણદેવી, જલાલપોર, નવસારી, વાંસદા બેલેટ પેપરથી મતદાન કરવાનો કરાયો પ્રારંભ
  • લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પર5000 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે
  • ગણદેવી વિધાનસભા વિસ્તારના500થી વધુ કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું
  • લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ, જવાનો અને પોલીસકર્મીઓએ આજે બીજા દિવસે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.

નવસારી બેઠક પર 5000 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે જયારે 3000 થી વધુ કર્મચારીઓ બેલેટ પેપર થી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.

લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ, જવાનો અને પોલીસકર્મીઓએ આજે બીજા દિવસે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. નવસારી જિલ્લામાં અલગ અલગ વિધાનસભા સીટ વાઈઝ વિવિધ જગ્યાઓ પર મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ગણદેવી.જલાલપોર.નવસારી.વાંસદા એમ વિધાનસભા સીટ વાઈઝ લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પર 5000 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે જયારે 3000 થી વધુ કર્મચારીઓ બેલેટ પેપર થી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં આજે 500 થી વધુ અધિકારીઓ, જવાનો અને પોલીસકર્મીઓએ આજે બીજા દિવસે પોસ્ટલ બેલેટથી ચીખલી ખાતે મતદાન કર્યું હતું.

રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવોસ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ તેમજ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા સંપૂણ પ્રકારે ચૂંટણીની તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પોતાના મતવિસ્તારથી અન્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ સુવિધાઓની સંપૂર્ણ તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. નવસારી લોકસભા બેઠક ઉપર આવતી વિધાનસભા સીટોમાં ગણદેવી.જલાલપોર.નવસારી.વાંસદા બેલેટ પેપરથી મતદાન કરવાનો પ્રરંભ કરાયો હતો.જેમાં આજે ગણદેવી વિધાનસભા વિસ્તારના 500થી વધુ કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.

Latest Stories