/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/01205207/8.jpg)
તાજેતરમાં જ લખનૌ ખાતે યોજાયેલ ૨૨માં આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ ક્વોલિટી સર્કલ અધિવેશનમાં હાલોલ શહેરની કલરવ શાળાના ૧૫ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા આચાર્ય ડો. કલ્પનાબેન જોષીપુરા તેમજ ચેરમેન હાર્દિક જોષીપુરાના નેતૃત્વ હેઠળ ભાગ લીધેલ હતો. આ અધિવેશન તારીખ ૨૭મી નવેમ્બર થી ૩૦મી નવેમ્બર સુધી યોજાયેલ અને આ અધિવેશનમાં વિશ્વના ૧૬ દેશોના ૧૮૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.
આ
અધિવેશનમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે નુકકડ નાટક, કવીઝ, વકૃતત્વ સ્પર્ધા, કેસ સ્ટડી પ્રેઝન્ટેશન, કોલાની, પોસ્ટર્સ સ્લોગન, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે હતા. આ સ્પર્ધામાં ડો.
કલ્પનાબેન જોષીપુરાના નેતૃત્વ હેઠળ ગુજરાતની વિવિધ શાળાઓના ૧૦૦ વિદ્યાર્થીઓ પણ ભાગ
લીધેલ હતો.અને તેમાં હાલોલ શહેરની કલરવ શાળાના ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓએ ' પારંપારિક રમતોનું મહત્વ સમજાવતા કેસ સ્ટડી રજૂ કરી
વિશ્વનો સર્વોત્તમ એવોર્ડ ઈશીકાવા એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.
તેમજ
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની ગરિમા હેઠળ સુંદર લોકનૃત્ય રજૂ કરી દ્વિતીય ઈનામ
પ્રાપ્ત કરેલ છે. આમ, આંતર રાષ્ટ્રીય કક્ષાએ કેસ સ્ટડીમાં પ્રથમ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં
દ્વિતીય ઈનામ મેળવી વિશ્વના તખ્તા પર પંચમહાલ જિલ્લા અને હાલોલ શહેરને ઝળકાવ્યું
છે. છેલ્લા ૨૦ વર્ષથી પ્રતિ વર્ષ આ શાળા વિજેતા બની ગુજરાતને ગૌરવ અપાવે છે. શાળા
પરિવાર આ તમામને અભિનંદન પાઠવે છે.