Connect Gujarat
ગુજરાત

પાંચ માસ બાદ હત્યાનો ભેદ ઉકેલતી છોટાઉદેપુર જિલ્લા LCB

પાંચ માસ બાદ હત્યાનો ભેદ ઉકેલતી છોટાઉદેપુર જિલ્લા LCB
X

પાંચ માસ અગાઉ પગ વૃદ્ધાના પગ કાપી હત્યા ના બનાવ માં ચકચાર મચાવનાર ખુનના ગુનાનો ભેદ ઉકેલી આરોપીની છોટાઉદેપુર જીલ્લા એલ.સી.બી પોલીસે ધરપકડ કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના કનલવા ગામે તા.૧૨/૦૧/૨૦૧૯ ના રોજ એક મહીલાની લાશ બન્ને પગ કપાયેલી હાલતમાં ખેતરમાં પડેલ છે તેવી જાણ પોલીસને થતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, છોટાઉદેપુર તથા સ્થાનિક પોલીસના ઇન્ચાર્જ સ્ટાફના માણસો સાથે બનાવ વાળી જગ્યાએ પહોંચી ગયેલ જેમાં આશરે ૮૦ વર્ષના મરણજનાર ગોહટીબેન રંગુભાઇ રાઠવા રહે. કનલવા હોળી ફળીયું તા.કવાંટ જી.છોટાઉદેપુર નાઓની મરણ ગયેલ હાલતમાં બન્ને પગની ઘુંટીથી ઉપરના ભાગેથી કોઇ અજણ્યા ઇસમે તીક્ષ્ણ હથીયાર વડે કાપી બન્ને પગ અલગ પડેલ હાલતમા હતા તેમજ બન્ને પગમાં પહેરેલ ચાંદીના કલ્લા જણાયેલ ન હતા.

મરનારના સબંધીઓની પુછપરછ કરતા જાણવા મળેલ કે, તા.૧૧/૬/૧૯ ના રાત્રીના દશેક વાગ્યાના સુમારે ઘરના બધા સભ્યો સુઇ ગયેલા અને મરણજનાર ગોહટીબેન બાજુમાં આવેલ તેઓના પુત્ર વિઠઠલભાઇના ઘરમાં સુઇ ગયેલ હતા. દરમ્યાન તા.૧૨/૬/૨૦૧૯ ના સવારના કલાક- ૬/૩૦ વાગ્યે ફળીયાના વિનેશભાઇ રાઠવા નાએ મરણ જનાર ગોહટીબેનની લાશ ઘરની બાજુમા આવેલ ખેતરમાં જોતા તેઓના ઘરના માણસોને હકિકતની જાણ કરી હતી

પાનવડ પો.સ્ટે.માં હત્યાનો ગુનો દાખલ કરી છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાશ્રી એમ.એસ. ભાભોર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.વી.કાટકડ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન આધારે શ્રી એ.એસ.સરવૈયા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓ દ્રારા સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તથા સાયબર ક્રાઇમ સેલની મદદ તેમજ ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં અગાઉના દિવસોમાં કોઇ સાથે કોઇ ઝઘડો કે અન્ય કોઇ અદાવત કે બીજી કોઇ નાણંકિય લેવડ-દેવડ વિગેરે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરેલ આ બનાવ અનુસંધાને ખાનગી રાહે બાતમીદારો રોકી સચોટ બાતમી મેળવવા પ્રયાસો હાથ ધરેલ હતા

દરમ્યાન એ.એસ.સરવૈયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે મળેલ હકિકત તેમજ શકના આધારે કનલવા ગામે રહેતા ઇશ્વરભાઇ રતનભાઇ રાઠવા રહે- હોળી ફળીયું(કનલવા) તા.કવાંટ જી. છોટાઉદેપુર નાની વોચ તપાસ રાખેલ જેમાં શંકાસ્પદ હીલચાલ નજરમાં આવતા અત્રેની છોટાઉદેપુર જીલ્લા એલ.સી.બી. ઓફિસ ખાતે પુછપરછ અર્થે લાવેલ અને આરોપી ઇશ્વરભાઇ રતનભાઇ રાઠવા રહે- હોળી ફળીયું (કનલવા) તા.કવાંટ નાની યુક્તિ-પ્રયુક્તિ પુર્વક પુછ પરછ કરતા તે ભાંગી પડેલ અને જણાવેલ કે તા.૧૧/૬/૨૦૧૯ ના રોજ પોતે પોતાના ઘરે જમી જમી પરવારીને સુવા પડેલ અને પોતાની પત્ની ઘણા સમયથી બીમાર રહેતી હોય પોતાની પાસે પૈસાની તંગી હોય જેથી વિચાર આવેલ કે ઘરની બાજુમા રહેતા બિપીનભાઇ નેવલાભાઇ રાઠવાની દાદી ગોહટીબેન એકલી સુવે છે અને તેના પગમાં ચાંદીના કલ્લા પહેરે છે તે કાઢી લઉ એવુ વિચારી ઘરેથી હાથમા પાળીયુ લઇ રાત્રીના બારેક વાગ્યે આ ગોહટીબેન જયા સુવે છે ત્યા ઘરમાં જઇ લાઇટના વાયર ખેંચી નાખીને લાઇટ બંધ કરી હાથ વડે ગોહટીબેનનું ઉંઘતી હાલતમાં જ ગળુ દબાવી મારી નાખેલ ત્યાર બાદ લાશને ઘરની બાજુમાં આવેલ ખેતરમાં ઉચકીને લઇ ગયેલ અને ત્યા પાળીયા વડે બન્ને પગ કાપીને ચાંદીના કલ્લા કાઢી લીધેલાની કબુલાત કરી હતી.

છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના કનલવા ગામના ચકચારી મચાવનાર મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

Next Story