/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/ee2f7213-4313-4971-9ed8-8381af047af3.jpg)
ટ્રકમાં ખામી સર્જાતા રીપેર કરવા ગયેલા ચાલકને મોત ભરખી ગયુ.
પાનોલી ને.હા.નં- ૮ પર બગડેલી ટ્રકમાં ટ્રેલરનાં ચાલકે ટ્રેલરને ગફલત ભરી રીતે હંકારી અથાડીને અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકનું કરૂણ મોત નીપજયુ હતુ. જ્યારે ક્લિનરને ઈજાઓ પહોંચી હતી.
અંકલેશ્વર - પાનોલી ને.હા.નં- ૮ ખરોડ ગામ પાસે રાજસ્થાનથી સેલવાસ જતી ટ્રકમાં ખામી સર્જાતા ટ્રક ચાલક મુબીન ઈશાક બળગુજર ઉ.વ. ૪૦ મુળ રહે – હરીયાણાનાઓએ ટ્રકને રોડની સાઈડમાં પાર્ક કરી હતી અને ટ્રક નીચે ઉતરીને તેમાં સર્જાયેલી ક્ષતિ દુર કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા.જો કે તેજ સમયે એક ટ્રેલર ચાલક ટ્રેલરને પુરપાટ વેગે દોડાવીને આવી રહયો હતો અને આ ઉભેલી ટ્રકનાં પાછળનાં ભાગે ટ્રેલર ધડાકાભેર અથાડીને અકસ્માત સર્જયો હતો.
સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલક મુબીન બળગુજરને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજયુ હતુ. જયારે ટ્રકનો ક્લિનર જબ્બાર શરીફ કહેગલ ઉ.વ. ૨૫નાઓ પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હતો. અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે અંકલેશ્વરતાલુકા પોલીસે ફરિયાદ દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે.