Connect Gujarat
ગુજરાત

પાલનપુર : શૈશવ બાળકોની હોસ્પિટલમાં લાગી આગ

પાલનપુર : શૈશવ બાળકોની હોસ્પિટલમાં લાગી આગ
X

પાલનપુર શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે ધૂમાડાના ગોટેગાટો બહાર નીકળતા દેખાયા હતા. જેને પગલે રોડ પર લોકોના ટોળ વળ્યા હતા. બીજા માળે આવેલી શૈશવ હોસ્પિટલમાં અગમ્ય કારણોસર સાંજના સમયે આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ આગમાં હોસ્પિટલના ફર્નિચર સહિત સામાન બળી જતાં મોટું નુકસાન થવા પામ્યું હતું. આ હોસ્પિટલ બાળકોની હોવાથી બીમાર બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમજ સગા સંબંધીઓ પણ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં હાજર હતા. તે સમયે જ અચાનક હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. આગ લાગતા જ હોસ્પિટલના સ્ટાફ સહિત દર્દીઓ અને સગા સબંધીઓમાં દોડધામ મચી ગઇ હતી.આ આગની જાણ તાત્કાલિક પાલનપુર નગરપાલિકા ફાયર ફાઈટર વિભાગને કરતાં યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવામાં આવ્યો હતો. આગ વિકરાળ રૂપ ધારણ કરતે તો મોટી જાનહાની થવાની સંભાવના હતી. જોકે સમય રહેતા એક કલાકની મહામહેનતે આગ પર કાબુ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story
Share it