New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/07/palej-2.jpg)
ભરૂચ તાલુકા ના પાલેજ ખાતે પોલીસ અને રેપિડ એક્સશન ફોર્સ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેવા ઉદ્દેશ્ય સાથે ફ્લેગમાર્ચ યોજવા માં આવી હતી.
પાલેજ પોલીસ મથક ના ઇન્સ્પેકટર એસ.એ.કરમુર,પીએસઆઇ એમ.જી.પટેલ, નબીપૂર પોલીસ મથક ના પીએસઆઇ ભરતસિંહ પરમાર તથા રેપિડ એક્શન ફોર્સ ના પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશ કુમાર સહિત રેપિડ એક્શન ફોર્સ ના જવાનો ની એક બેઠક પોલીસ મથક ખાતે મળી હતી અને પંથક માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ની વ્યૂહરચના ઘડવામાં આવી હતી.
ત્યારબાદ પાલેજ,ટંકારીયા અને વરેડીયા ગામો માં ફ્લેગ માર્ચ યોજાવમાં આવી હતી, વિવિધ વિસ્તારો માં ફ્લેગ માર્ચ નીકળતા સ્થાનિક રહીશો એ સલામતી નો અનુભવ કર્યો હતો. આ ફ્લેગમાર્ચ નો ઉદ્દેશ્ય 7 દિવસ સુધી ભરૂચ જિલ્લાના અતિ સંવેદનશીલ તથા સંવેદનશીલ વિસ્તારોમાં ફરીને ત્યાંની ભૌગોલિક સ્થિતિ,સાંપ્રદાયિક સદભાવ અને પૂર્વ ઘટિત ઘટનાઓની જાણકારી એકત્રિત કરવાનો હોવાનું જાણવા મળ્યું છે.