New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-241.jpg)
પાલેજ ને.હાઇવે નંબર ૪૮ પર પાલેજ નજીક આવેલી હોટલ રામદેવ પાસે પાર્ક કરતી વેળા એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ને.હાઇવે પર પાલેજ નજીક આવેલી હોટલ રામદેવ પાસે મુંબઇ થી દિલ્હી કાર્ટુનો ભરીને જઇ રહેલી એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
ભીષણ આગના પગલે આખી ટ્રક આગમાં લપેટાઇ જવા પામી હતી. આગને પગલે ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ ઉંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે આગ લાગી ત્યારે ચાલક તથા ક્લિનર ટ્રકમાંથી કૂદી પડતા બંનેનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે. પરંતુ લાગેલી આગમાં લાખોના નુકસાનની આશંકા સેવાઇ રહી છે.