ભરૂચના પાલેજ સ્થિત આવેલી જીઆઇડીસીમાં આર કે રબર કલેમ કંપની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં પડેલા પ્લાસ્ટિક તેમજ કંતાનના વેસ્ટમાં મોડી સાંજે ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ જીઆઇડીસીમાં આર કે રબર કલેમ કંપનીની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં મોડી સાંજે કોઇક અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. લાગેલી આગના પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્લોટમાં પડેલા પ્લાસ્ટિક તથા કંતાનના જથ્થામાં લાગેલી ભીષણ આગે જોત જોતામાં વિકરાળ રુપ ધારણ કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આગને પગલે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ ઉંચે ચડતા જોવા મળ્યા હતા. આગની જાણ ફાયર વિભાગને કરાતા ઝનોર એન ટીપીસીનું એક ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. લગભગ બે થી અઢી કલાકની જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ પર કાબુ મેળવાય એ પહેલા વેસ્ટનો જથ્થો સળગીને રાખ થઇ ગયો હતો. આગની ઘટનાને પગલે લોકોના ટોળા સ્થળ પર ભેગા થયા હતા. લાગેલી આગમાં ખુબ મોટાપાયે નુકસાનની આશંકા સેવાઇ રહી છે. સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here