/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/vadida.jpg)
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે વડોદરા શહેરના અસરગ્રસ્ત વિસ્તાર મુજ મહુડા ખાતે કેડ સમા પાણીમાં ફરીને વિસ્તારના અસરગ્રસ્તોને મળ્યા તેમજ તેમની વેદનાને સમજીને સાંત્વન આપ્યું હતું તથા અસરગ્રસ્તોને સહાય મળે છે કે કેમ તે અંગે પણ પૃછતા કરી હતી.
જીતુભાઈ વાઘાણીની હાજરીમાં દૂધનું વિતરણ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બે બાળાઓને દત્તક લેવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મેયર જીગીશા બેન, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સીમાબેન મોહિલે, ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, પૂર્વ મેયર શ્ભરતભાઈ ડાંગર તથા વિસ્તારના કાઉન્સિલરઓ અને કાર્યકરઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપાના સ્થાનિક વોર્ડની ટીમો દ્વારા છેલ્લા બે દિવસથી ખીચડી, બિસ્કીટ, સુકો નાસ્તો તેમજ જરૂરિયાતની વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવે છે. જે ભાજપા પ્રમુખ જીતુભાઈ દ્વારા બિરદાવવામાં આવેલ આવનારા દિવસોમાં જીવન જરૂરિયાતની સામગ્રી પણ ભાજપા દ્વારા વિતરણ કરવામાં આવશે. તેમ પ્રમુખશ્રી જણાવ્યું હતું.
જીતુભાઈ વાઘાણીએ પેંશનપુરાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થળ સ્થિતિનો અભ્યાસ કરી પુરતી સહાય કરવાની ખાતરી આપી હતી. જે પ્રસંગે તેમની સાથે સાંસદ રંજનબેન ભટ્ટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.