New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/indu-sarkar-trailer-759.jpg)
બોલીવુડ ફિલ્મ ઇંદુ સરકાર કાયદાકીય આંટીઘૂંટીમાં સપડાયા બાદ આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા ફિલ્મ સામે રહેલા પડકારોને ખારીજ કરીને તારીખ 28મી શુક્રવારના રોજ રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે.
જાણવા મળ્યા મુજબ સંજય ગાંધીની કથિત દીકરી ગણાવતી મહિલાએ સુપ્રીમ કોર્ટમાં ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો હતો, અને ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળ મળેલી ત્રણ જજની પીઠે મધુર ભંડારકરની ફિલ્મને કાયદાની આટીઘુંટી માંથી બહાર કાઢીને તારીખ 28મીના રોજ રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે.