/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/54952814.jpg)
હાલમાં જ શુકવારના રોજ વિશ્વભરમાં આમિર ખાનની કુસ્તી પરની એક જીવનચરિત્રાત્મક ફિલ્મ "દંગલ" દર્શકોમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાને "દંગલ" ને પોતાની ફિલ્મ સુલતાન કરતા ચડિયાતી ગણાવી હતી.
આ અંગે તેને ટ્વિટર પર લખ્યુ હતુ કે તેના પરિવારજનોએ ફિલ્મ દંગલ નિહાળી હતી અને તેને સુલતાન કરતા વધુ સારી હોવાનું જણાવ્યુ હતુ.
સલમાનની ટ્વિટ સામે આમિરે પણ પોતાનો જવાબ આપતા ટ્વિટ કરી હતી કે તમારા હેટમાં પણ હું માત્ર પ્રેમ જ નિહાળુ છુ.
નિતેશ તિવારી દ્વારા એક સત્ય ઘટના પર નિર્દેશિત ફિલ્મ દંગલ એક પિતાની તેની પુત્રીઓને કુસ્તી માટે તાલીમ આપતી પ્રેરણાદાયી ફિલ્મ છે જેમાં આમીરે ભૂતપૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન મહાવીર સિંહ પોગટનો કિરદાર ભજવ્યો છે જેમાં તેની પત્ની અને આખા ગામ ની વિરુદ્ધ જઈને પોતાની પુત્રીઓ ગીતા અને બબીતાને કુસ્તીની સખ્ત તાલીમ આપે છે. આ ફિલ્મ અન્ય તમિલ અને તેલુગુ ભાષામાં પણ ડબ કરવામાં આવી છે.