બનાસકાંઠા: ગોળા ગામમાં બાળક ચોર ગેંગ આવી હોવાની રાડ,બે મહિલાઓને પોલીસ સ્ટેશને લવાઈ
BY Connect Gujarat19 Aug 2019 5:07 PM GMT

X
Connect Gujarat19 Aug 2019 5:07 PM GMT
પાલનપુરના ગોળા ગામે ચાર લોકો સિવફ્ટ ગાડી લઈ આવ્યા હતાં. જોકે હોબળાં બાદ બે ઈસમો ગાડી લઈ ભાગી ગયાં હતાં અને બે મહિલાઓ ઝડપાઈ ગઈ હતી. ગામમાં બાળક ચોર ગેંગને લઈ સમગ્ર ગામ એકઠું થઈ ગયું હતું. જોકે ઝડપાયેલી મહિલાઓને ગામની મહિલાઓએ માર માર માર્યો હતો. ત્યારબાદ જાણ કરી પોલીસને હવાલે કરી હતી.
મહિલાઓનો ગામલોકો દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓના ચેહરા પર કોઈપણ પ્રકારનો ડર જોવા મળ્યો ના હતો. હાલતો ગામમાં બાળક ચોર ગેંગ પકડાઈ હોવાની વાતો વહેતી થઈ છે. તો બીજી તરફ ગામમાં બાળક ચોર ગેંગને લઈ દહેશત ફેલાઈ છે. જોકે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને હાલતો આ બંને મહિલાઓને લાવવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
Next Story