બનાસકાંઠા : પાલનપુર આદર્શ ક્રેડિટ સોસાયટીનું ઉઠમળું, લોકોના પરસેવાની કમાણીના પૈસા ડૂબ્યા

New Update
બનાસકાંઠા : પાલનપુર આદર્શ ક્રેડિટ સોસાયટીનું ઉઠમળું, લોકોના પરસેવાની કમાણીના પૈસા ડૂબ્યા

બનાસકાંઠામાં વધુ એક ક્રેડિટ સોસાયટીએ ઉઠમળું કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તાર સ્થિત આદર્શ ક્રેડિટ સોસાયટીએ ઉઠમણું કર્યું છે. લોકોના કરોડો રૂપિયા આ ક્રેડિટ સોસાયટીમાં સલવાયા છે, ત્યારે હવે લોકો પોતાની પરસેવાની કમાણીના પૈસાને લઇને નિશાસા દાખવી રહ્યા છે.

પાલનપુરમાં અગાઉ ખેતેશ્વર કેડીટ સોસાયટી, અર્બુદા ક્રેડિટ સોસાયટીએ લોકોને કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો, ત્યારે હવે પાલનપુરમાં આવેલ આદર્શ ક્રેડીટ સોસાયટીએ ઉઠમણું કર્યું છે. બનાસકાંઠામાં ડીસા, ધાનેરા, પાલનપુરમાં આદર્શ ક્રેડીટ સોસાયટીની શાખાઓ આવેલી છે. હજારોની સંખ્યામાં ગ્રાહકોપાલનપુર આદર્શ ક્રેડીટ સોસાયટી સાથે સંકળાયેલા છે. લોકોએ અહિયાં પોતાની પરસેવાની કમાણીના પૈસા મૂક્યા છે, ત્યારે આદર્શ ક્રેડીટ સોસાયટીનામેનેજમેન્ટ દ્વારા લોકોના જે પૈસા હતા તેમાંથી તેઓના જ સગા વ્હાલાઓને લોન આપી દીધી હતી. બાદમાં લોનની રકમ રિકવર ન થતાં આખરે બનાસકાંઠાના ગરીબ ગ્રાહકોના પૈસા સલવાયા હોવાનું સામે આવ્યું છે.

પાલનપુર આદર્શ ક્રેડિટ સોસાયટીએ રીકરીંગ એફ.ડી.ના નામે લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી અને પૈસા ઉઘરાવતી હતી. ત્યાર બાદ એજન્ટો મારફતે આલોનનું ઉઘરાણું થતું હતુ. આ કંપનીના એજન્ટો લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી લોકોના પૈસા એકઠા કરતાં હતા. જોકે જે પ્રકારે અગાઉ પણ રાજસ્થાનની કંપનીઓએ બનાસકાંઠાના ગ્રાહકોને છેતર્યા હતા ત્યારે હાલ તો ગરીબોના પૈસા ચોક્કસપણે સલવાયા છે તેમ લાગી રહ્યું છે.

બનાસકાંઠામાં ખેતેશ્વર બાદ અર્બુદા અને હવે આદર્શ ક્રેડીટ સોસાયટીએ ઉઠમણુ કર્યું છે. બનાસકાંઠાના કેટલાક લોકોના કરોડો રૂપિયા લઇને આવી કંપનીઓ ફરાર થઈ જાય છે. હવે લોકો દ્વારા આદર્શ ક્રેડીટ સોસાયટી વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારના બનાવમાંમોટાભાગે રાજસ્થાની કંપનીઓ ઊંચા વ્યાજની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી હોવાનું સામે આવ્યું છે. લોકો લેભાગુ કંપનીઓ પર વિશ્વાસ કરીપોતાના પરસેવાના નાણાં ગુમાવતા હોય છે, ત્યારે ચોક્કસ સરકાર દ્વારા હવે કોઈ પોલિસી નક્કી કરવામાં આવે તો, આગામી સમયમાં કોઈ પણ ઉઠમળું કરતીક્રેડીટ સોસાયટીમાં આ પ્રકારે ગરીબોના નાણાં સલવાઇ નહીં.

Latest Stories