/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/Screenshot_20190806_151839-1.jpg)
સપ્તાહ પહેલા આપઘાત કરનાર યુવતીનો પરિવાર સમાજ અને હિન્દૂ સંગઠનના લોકો આજે મોટી સંખ્યામાં એસપી કચેરી પોહચ્યા હતા અને મમતા દરજી યુવતીના આપઘાત મામલે યોગ્ય દિશામાં તપાસ કરવા રજુઆત કરી હતી.
વડગમના છાપી ખાતે આવેલ પાકિઝા નમકીનની ફ્રેક્ટરીમાં મમતા દરજી નામની 20 વર્ષીય યુવતી કામ અર્થે જતી હતી જેને અઠવાડિયા પહેલા ફ્રેક્ટરીમાં જ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું જે બાદ પરિવારે છાપી પોલીસ મથકે ફરિયાદ આપી યોગ્ય દિશામાં તપાસ થાય તે માટેની અરજ કરી હતી જોકે છાપી પોલીસની તપાસમાં યોગ્ય ન્યાય નહિ મળતાં પરિવાર આજે આખરે એસપીની શરણે પોહચ્યો હતો.
મમતાની બહેનનું કહેવું છે મારી બહેનને ફ્રેક્ટરી માલિક અને અન્ય એક સાગરીત અવાર નવાર હેરાન કરી ત્રાસ આપતા હતા એટલુંજ નહિ મારી બહેન મમતા જોડે શારીરિક સંબંધો બાંધી લગ્ન કરવા પણ દબાણ કરવામાં આવતું હતું જોકે મારી બહેનની સગાઈ થતાં અને એમને તાબે ના થતાં મારી બહેનની ઝેરી દવા પીવડાવી હત્યા કરવામાં આવી છે. આજે પરિવાર સાથે સમાજના લોકો તેમજ હિન્દૂ સંગઠનના લોકોએ મોટી સંખ્યામાં ભેગા મળી એસપી કચેરી પાલનપુર ખાતે પોહચ્યા હતાં અને યોગ્ય ન્યાય મેળવવા જિલ્લા એસપને રજુઆત કરવામાં આવી હતી.