/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/08215627/maxresdefault-96.jpg)
ગુરૂવારના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે
ટી-20 ક્રિકેટ મેચ રમાઈ
હતી. જે મેચમાં 6 વિકેટના નુકશાને 153 રન બાંગ્લાદેશની ટીમ દ્વારા
કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા ટીમ ઇન્ડિયાએ માત્ર 15.4 ઓવરમાં જ જીતનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ટીમ ઈન્ડિયામાંથી ઓપનર તરીકે શિખર ધવન અને રોહિત શર્માએ ચોક્કા અને છક્કાનો વરસાદ વરસાવ્યો હતો. શિખર ધવનને 27 બોલમાં 4 ફોર લગાવી 32 રન ફટકાર્યા હતા.
જ્યારે રોહિત શર્માએ 85 રન બનાવ્યા હતા. ત્યારે મેચ પૂર્ણ થયા બાદ શિખર ધવન અને
કૃણાલ પંડ્યાએ રાજકોટ સ્ટેડિયમમાં હાજર પોતાના ફેન્સ સાથે એક સેલ્ફી વિડીયો
બનાવ્યો હતો. જે સેલ્ફી વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. તો
સ્ટેડિયમથી ફોર્ચ્યુન હોટલ પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કેક કાપી જીતનો
જશ્ન મનાવ્યો હતો.