બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ સોમવાર રાત્રે હેક કરી લીધું હતું. તેને હેક કરનારાઓએ ખુદને Ayyıldız Tim Turkish Cyber Army ગણાવ્યા. હેકર્સે અમિતાભનું એકાઉન્ટ હેક કર્યા બાદ તેના પર મહાનાયકની તસવીર હટાવી પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની તસવીગ લગાવી દીધી હતી. એટલું જ નહીં તેને અમિતાભના બાયોને પણ બદલી નાંખી. તેમાં લવ પાકિસ્તાન લખેલું દેખાયું હતું. જો કે થોડીક જ વારમાં એકાઉન્ટ પોતાની જૂની સ્થિતિમાં આવી ગયું અને હૈકર્સ દ્વારા કરાયેલી ટ્વિટ હટાવી લીધી.

હૈકર્સ પોતાની નેકસ્ટ ટ્વીટમાં પાકિસ્તાનના પીએમને ટેગ કરતાં તસવીર શેર કરી અને લખ્યું- પાકિસ્તાનથી પ્રેમ છે. જ્યારે આ તસવીર શેર થઇ તો બિગ બીના ફેન્સ પરેશાન દેખાયા.

 

LEAVE A REPLY