New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/ST-Bus01.jpg)
ભરૂચથી કોઠી વાતરસા જતી બસ રેલવે ટ્રેક ઉપર ચઢી જતાં દોડધમ મચી હતી
ભરૂચ શહેરનાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આજરોજ એક એસટી બસ રેલવે ગોદી રોડ વિસ્તારમાંથી પસાર થતાં ટ્રેક ઉપર ચઢી ગઈ હતી. જેના કારણે બસમા બેઠેલા 30 મુસાફરોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા. સદનશીબે બસ થોભી જતાં કોઈ જાનહાની થઈ નથી.
ભરૂચ એસટી ડેપોથી આજરોજ કોઠી વાતરસા જવા નીકળેલી એસ.ટી. બસ રેલવે ગોદી વિસ્તારમાં આવતાં ડ્રાયવરનો સ્ટીયરિંગ ઉપર કાબુ ન રહેતાં રેલવે ટ્રેક ઉપર ચઢી ગઈ હતી. જોકે આ ટ્રેક મેઈન લાઈન નો નહીં હોવાથી મોટી જાનહાની ટળી હતી. આ બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા. બસ રેલવે ટ્રેક ઉપર ચઢી જતાં મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. અને સૌએ બુમાબુમ કરી મૂકી હતી. જોકે ડ્રાઈવરે કાબુ મેળવી લેતાં કોઈ જાનહાની નોંધાયી નહોતી.