/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asda.jpg)
પંચાયતના સરપંચ મધુસુદન પટેલે ઉઠાવ્યો વિરોધ
ભરૂચને અડીને આવેલ ઉમરાજ ગામ ખાતે દહેજ બાયપાસ રોડને અડીને આવેલ જમીનમાંથી મોટા પાયે માટીનું ખોદકામ કરી સોસાયટીઓના વરસાદી પાણીના નિકાલમાં પુરાણ કરી દેવાતા વિવાદ ઊભો થયો છે. પંચાયતના સરપંચ મધુસુદન પટેલે ખોદકામને ગેરકાયદેસર ગણાવી વિરોધ ઉઠાવ્યો છે. તેમણે જિલ્લા કલેકટરને પત્ર લખી ખોદકામ અટકાવવાની માંગ ઉઠાવી છે.
ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ મધુસુદન પટેલે જિલ્લા કલેકટરને લખેલ પત્રમાં જણાવ્યા અનુસાર ઉમરાજ ગામમાં દહેજ બાયપાસ રોડને અડીને આવેલ સર્વે નંબર ૧૧૧, ૧૧ર, ૧૧૩(અ) તથા ર૦૯ની જમીન માટે ભરૂચ શહેરી સત્તા મંડળે આનંદ ઍન્ટરપ્રાઈઝના આનંદ ભરતભાઈ શાહને બાંધકામની મંજૂરી આપી હતી. જાકે આ જમીનની બિનખેતીની પરવાનગી પૂર્ણ થઈ હોય તેની મુદૃત વધારાનો હુકમ મેળવ્યા બાદ જ બાંધકામ કરી શકાશે તેવી શરતે મંજૂરી આપી હતી. આમ છતાં બિલ્ડરે જમીનમાં બાંધકામ કરવા માટે ખોદકામની શરૂઆત કરતા ઉમરાજ ગ્રામ પંચાયતે વાંધો ઉઠાવ્યો હતો અને ખોદકામ બંધ કરાવ્યું હતું.
જમીન માલિકોઍ તેની સામે સીધા ખાણ ખનીજ વિભાગમાં જઈ રોયલ્ટીથી માટી ખોદકામની મંજૂરી મેળવી બેફામ ખોદકામ શરૂ કર્યું હતું. ઍટલું જ નહિં માટી ખોદકામ કરી આસપાસની ર૪ થી રપ સોસાયટીઓના વરસાદી પાણીના નિકાલના માર્ગમાં પુરાણ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો ઊભા થયા છે.
પંચાયતના સરપંચ મધુસુદન પટેલે અન્ય સભ્યો અને સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરી વરસાદી પાણીના નિકાલને પુરાવા સામે અવાજ ઉઠાવ્યો છે. તેમના કહેવા મુજબ દહેજ બાયપાસ રોડની ઉત્તરે ઉમરાજ અને નંદેલાવ ગામની સોસાયટીઓ આવેલી છે. ઉમરાજ ગામની જ પચ્ચીસથી વધુ સોસાયટીઓના વરસાદી પાણીનો બાયપાસ રોડની બાજુમાંથી નિકાલ થાય છે. વરસાદી પાણીના નિકાલ પર બિલ્ડરોઍ માટી પુરાણ કરી દીધું છે. આવનારા દોઢ–બે મહિના પછી ચોમાસાનો પ્રારંભ થશે ત્યારે વરસાદી પાણીન નિકાલ નહીં થાય અને પચ્ચીસ સોસાયટીઓમાં પાણી ફરી વળશે.
છેલ્લા કેટલાય વર્ષોથી મહેનત કરી માંડ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઉભી થઈ છે. જે ખોરવાઈ જતા આવનારા દિવસોમાં સોસાયટી રહીશો માટે ખતરારૂપ સાબિત થશે તેવી ફરીયાદ તેમણે ઉઠાવી છે. મધુસુદન પટેલે ખાણ–ખનિજ વિભાગે આપેલ માટી ખોદકામની મંજૂરી સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહયું હતું કે રહેણાંક વિસ્તારમાંથી માટી ખોદકામ કરી વેચાણ કરવાની મંજુરી ન આપવી જાઈઍ. સાથે તેમણે ખાણ ખનિજ વિભાગ અને બિલ્ડર અને ઍક સ્થાનિક સ્વરાજની સંસ્થાની ધરાર અવગણના કરી હોવાના આક્ષપ સાથે ખાણ ખનિજ વિભાગે પંચાયતના અભિપ્રાય વિના જ બારોબાર માટી ખોદકામની મંજૂરી આપી હોવાના આક્ષેપ કર્યા છે.
ખોદકામ ન અટકે તો ૧લી ’મે થી આંદોલન
ખોદકામ અટકાવવા માટે જિલ્લા કલેકટરને વિગતવાર પત્ર લખવામાં આવ્યો છે. આમ છતાં ખોદકામ નહીં અટકે તો ૧લી મે ગુજરાત સ્થાપના દિવસથી જ ગ્રામજનો સાથે આંદોલનની શરૂઆત કરીશું તેવો હુંકાર પણ ઉમરાજ ગામના સરપંચ મધુસુદન પટેલે કર્યો છે.