/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/060b1330-3d29-425a-bb51-dc97c71f82e1.jpg)
ભરૂચનાં મક્તમપુર વિસ્તારમાં આવેલ નર્મદા બંગ્લોઝના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ, અને રૂપિયા 42000ની માલમત્તાની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા હતા.
ભરૂચનાં મક્તમપુર વિસ્તારમાં આવેલ નર્મદા બંગ્લોઝમાં ઘર નંબર બી 84માં રહેતા પીન્કી કલ્પેશ તમાકુવાલાનાં પતિ બીમાર હોવાથી વડોદરા ખાતે બરોડા હાર્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.આ સમય દરમિયાન તેઓનું ઘર બંધ રહેતા તસ્કરોની નજરે ચઢયું હતુ, અને મકાનનાં મુખ્ય દરવાજાનું તાળુ તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી રૂપિયા 1700 રોકડા અને સોના ચાંદીના દાગીના તેમજ જુનુ ટી.વી. મળી કુલ રૂપિયા 42000ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ એ.જે. રાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો, અને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા.