ભરૂચના ચરસ ડીલરની ધરપકડ : PIT NDPS એકટ હેઠળ રાજયનો પ્રથમ કિસ્સો

વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તેમજ ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન આધારે ભરૂચ જીલ્લામાં ચરસ અને ગાંજાના વેચાણ બાબતેની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઇ પી.એન. પટેલે ભુતકાળમાં ચરસના મોટા જથ્થાના રીસીવર તરીકે પકડાયેલા અને બહારની ઉંડાઇ વિસ્તારમાં રહેતાં આરોપી ઇમરાન ઉર્ફે થોબલી હુસેનખાનપઠાણ વિરૂધ્ધ PIT NDPS એકટ હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્તને સીઆઇડી ક્રાઇમ એન્ડ રેલવેઝ વિભાગે મંજૂરી આપી હતી. જેના આધારે આરોપી ઇમરાન ઉર્ફે થોબલી હુસેનખાન પઠાણની અટકાયત કરી જુનાગઢની મધ્યસ્થ જેલ ખાતે જાપ્તા સહીત મોકલી આપવામાં આવ્યો હતો. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં માત્ર ભરૂચ પોલીસે જ PIT NDPS એકટ હેઠળ પ્રથમ ધરપકડ કરી છે.