/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/dsfsf-1.jpg)
- ભરથાણા ગામની સીમમાં સમીર એગ્રોના કમ્પાઉન્ડમાં સ્ટાફ કવાટર્સમાં હત્યાનો બનાવ
- પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં પત્નીએ પતિને છરીનો ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
- નબીપુર પોલીસે મામલા અંગે વધુ તપાસ હાથધરી
ભરૂચના ભરથાણાની સીમમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ લોહીયાળ સ્વરૂપ ધારણ કરતા પત્નીએ જ છરીના ઘા ઝીંકી પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.ઘટના ની જાણ થતાં નબીપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારણ પત્નીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચના ભરથાણાની ખાતે આવેલ સમીર એગ્રોમાં મજૂરી કામ કરતા નંદકિશોર નારાયણ ઠાકુર(ઉ.વર્ષ આ.૨૫)ભરથાણાની સીમમાં આવેલ સમીર એગ્રોના કંમ્પાઉન્ડમાં સ્ટાફ ક્વાટર્સ માં પત્ની રૂપાદેવિ સાથે રહેતા હતા. તા.૨૬મીની બપોરે ૧ વાગ્યાની આસપાસ પત્ની રૂપા સાથે કોઇ કારણો સર ઝઘડો અને બોલાચાલી થઈ હતી.જોતજોતામાં બોલાચાલીએ હિંસકરૂપ લેતા પત્ની રૂપાએ ઘરના રસોડામાં પડેલ છરી ઉઠાવી પતિને છાતીના ભાગે મારી દેતા પતિ નંદકિશોરનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ નબીપુર પોલીસને કરાતા પોલીસે છોટેલાલની ફરિયાદ નોંધી મૃતક નંદકિશોરની લાસને પી.એમ. અર્થે ખસેડી હતી.હાલ તો પોલીસે હત્યાને અન્જામ આપનાર પત્ની રૂપાની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.