/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/bharuch-e1562997140715.jpg)
વર્ગ ૪ નાં કર્મચારીઓના હાથે દિપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી.
રાષ્ટીય કાનુની સેવા સત્તા મંડળ,નવીં દીલ્હીના આદેશ અતુસાર અનેગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, અમદાવાદના ઉપકમે ભરૂચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ઈ.ચા, ચેરમેન સમર વી.વ્યાસના માર્ગદર્શન હેઠળ તેમજ જે.ઝેડ.મહેતા, સકેટરી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળ તા.૧૩/૦૭/૨૦૧૯ ને શનિવારના રોજ ૧૦. ૩૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેની સેવાઓ થકી ન્યાયતંત્ર દ્વારા યોજાતા કાર્યકમો સફળતા પૂર્વક પાર પડે છે, એવા હમેશા પરદા પાછળના અને પ્રાથમિક કડી સમાન સમગ્ર ન્યાયતંત્રમાં પોતાની સેવા બજાવતા વર્ગ -૪ "નાં કર્મચારીઓની સેવાની કદર કરતા ભરૂચનાં જિલ્લા ન્યાયાધિશેએ વર્ગ-૪ ના કર્મચારીઓનાં પ્રતિનિધિ તરીકે અંબાલાલ આર. વાધેલા (હવાલદાર),મહેશભાઈ (પરમાર (નાયક),શદીદુદીન જી. શેખ (પટાવાળા),ઉમરફારુક કુ. મન્સુરી (પટાવાળા) અને અમિત વા.મારૂ, (પટાવાળા)નાં વરદ હસ્તે દિપ પ્રાગટય કરી આ લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી હતી.
જેમાં ભરૂચ મુખ્ય મથકના તમામ ન્યાયીક અધિકારીઓ અને વકીલો અને કર્મચારી મિત્રોએ હાજર રહી આ લોક અદાલતને સફળ બનાવી હતી. જેમાં સમગ્ર જિલ્લામાં લોક અદાલત, સ્પેશ્યલ સીટીંગ,પ્રિલીટીગેશન સહીત કુલઃ ૪૩ કેસો સમાધાનાથી નિકાલ અર્થે મુકવામાં આવેલ હતા.