/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-127.jpg)
નર્મદા ડેમના પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી શુક્રવારની સાંજે 29 ફૂટ સુધી પહોંચી ચુકી છે. ડેમમાંથી હજી 3 લાખ કયુસેકથી વધારે પાણી છોડવામાં આવી રહયું છે. વર્ષો બાદ બે કાંઠે વહેતી થયેલી નર્મદા નદીના આકાશમાંથી લેવાયેલા મનમોહક દ્શ્યો કનેકટ ગુજરાત આપના માટે લઇ આવ્યું છે. આવો નિહાળી મા રેવાનો વૈભવ ડ્રોનની નજરે ….
ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદના પગલે ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે. ગુરૂવારની રાત્રે ડેમના દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ડેમમાંથી આવી રહેલા પાણીના કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 29 ફૂટ સુધી પહોંચી ગઇ છે. નદીની વધી રહેલી સપાટીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહયાં છે. પુરની સૌથી વધુ અસર ભરૂચ અને અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં વર્તાઇ રહી છે. ડેમમાંથી હાલ 3.71 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે જેની સામે સરદાર સરોવરમાં 2.75 લાખ કયુસેક પાણી આવી રહયું છે. ડેમની સપટાી 130.93 મીટર નોંધાઇ છે. નર્મદા નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં છે. કનેકટ ગુજરાત આપની માટે ખાસ લાવ્યું છે. નર્મદા નદીના ડ્રોન કેમેરાથી કંડારવામાં આવેલા મનમોહક દ્રશ્યો ...