ભરૂચની નીલકંઠ નગરના એક ઘરમાંથી રૂપિયા 18 લાખ ઉપરાંતની નવી જૂની ચલણી નોટો મળી આવવાની ઘટનામાં વધુ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા.
ભરૂચની નીલકંઠ નગરના 102 નંબરના ઘર માંથી પોલીસે રૂપિયા 18 લાખ ઉપરાંતની રોકડ જપ્ત કરી હતી. અને જેના ઘરમાંથી આ રોકડ રૂપિયા ઝડપાયા હતા તે અંકિત મોદી અગાઉ ફરાર થઇ ગયો હતો, જેની પોલીસે ધરપકડ બાદ તેની પુછપરછ દરમિયાન વધુ ત્રણ નામો બહાર આવ્યા હતા.
જેના આધારે પોલીસે 20 ટકા કમિશન લઈને કરન્સી એક્સચેન્જ કરતા મુખ્ય સુત્રધાર સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય સુત્રધાર સરફરાઝ મુસ્તુફા કાસમ શેખ, કે જે સાડી ભરતનું કામ કરે છે, અને તેની સાથે સંડોવાયેલા શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતા જીજ્ઞેશ ગોરધનભાઈ પટેલ, તેમજ નોટ વટાવવામાં મિડિયેટર તરીકેની ભૂમિકા ભજવનાર અને ગેરેજનું કામ કરતા સલીમમિયાં અહેમદમિયાં શેખના ઓ ના ભરૂચ પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે 8 લાખ રૂપિયા વટાવ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.