New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/9c4cf30f-67d7-4d29-a01a-c0afacf25c69.jpg)
ભરૂચ નગર પાલિકાનાં વોર્ડ નંબર 5, 6 અને 7નાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કસક ગુરુદ્વારા ખાતે કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર પાલિકાનાં ચીફ ઓફિસર સંજય સોની, નગર પાલિકાનાં સભ્યો, ગુરુદ્વારાનાં ટ્રસ્ટી સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સેવાસેતુ કાર્યક્રમમાં સ્થાનિકોનાં વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાથે તેનાં નિરાકરણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત તારીખ 15 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનો પણ ધારાસભ્ય દુષ્યંત પટેલે લીલીઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો.