ભરૂચ:સમની ગામે મચ્છીમારીની જાળમાં ફસાયો અજગર,વનવિભાગે કરી સારવાર

New Update
ભરૂચ:સમની ગામે મચ્છીમારીની જાળમાં ફસાયો અજગર,વનવિભાગે કરી સારવાર

ભરૂચના સમની ગામે મચ્છીમારીની જાળમાં એક અજગર ફસાયો હોવાની વાતે ગામ લોકોના ટોળા ઉમટ્યા હતા.જો કે અજગર હોવાની જાણ વનવિભાગને કરાતા વન વિભાગ અધિકારીઓએ આ જાળમાં ફસાયેલા અને ઘાયલ અજગરને યોગ્ય સારવાર કરી તેને યોગ્ય જગ્યાએ છોડવાની કવાયત હાથ ધરતા ગામલોકોમાં હાશકારો છવાયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર તા.૩૦મીની સાઅરે ભરૂચથી આશરે ૩૦ કી.મી.દુર આવેલા સમની ગામે નદીકિનાએ મચ્છીમારી કરવા પાથરેલ જાળમાં એક અજગર ફસાયેલ હોવાનો એક કોલ વનવિભાગ અધિકારી મહેન્દ્રસિંહ કઠવાડીયાને મળ્યો હતો.જેના પગલે વન વિભાગની ટીમ તબીબ મેહુલ પટેલ સહિત સમની ગામે દોડી આવી હતી.જયાં કાળજીપૂર્વક તેમણે જાળમાં ફસાયેલા અજગરને બહાર કાઢી તેની સારવાર કરી અને તેને યોગ્ય જગ્યાએ છોડી મુકાવા કવાયત હાથધરી હતી.સમની ખાતે વનવિભાગ સાથે ફેન્ડસ ઓફ એનીમલ્સ વેલફેર ટ્રસ્ટના યોગેશ મિસ્ત્રી તેમજ કામધેનું ગૌ રક્ષક સમિતિના જૈરામભાઇ ગલ્ચરે અજગરને રેસ્ક્યુ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.