ભરૂચ જાયન્ટસ ગૃપ દ્વારા મુંગા પ્રાણીઓને આ ગરમીમાં થોડું ઘણું રક્ષણ મળે તે માટે પાણી ભરેલા પીપડા મૂકવાનું આયોજન કરાયું

New Update
ભરૂચ જાયન્ટસ ગૃપ દ્વારા મુંગા પ્રાણીઓને આ ગરમીમાં થોડું ઘણું રક્ષણ મળે તે માટે પાણી ભરેલા પીપડા મૂકવાનું આયોજન કરાયું

રાજ્યમાં ૪૪ ડિગ્રી ગરમી પડી રહી છે અને રેડ એલટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મુંગા પ્રાણીઓને આ ગરમીમાં થોડું ઘણું રક્ષણ મળે તે માટે પાણી ભરેલા પીપડા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ ૨૯/૪/૧૯ સવારે સાડા દસ કલાકે સોમવારે ઉમિયા ટ્રેડીંગ,મહેન્દ્ર શો રૂમની બાજુમાં, જીઆઇડીસી ભરૂચ ખાતે આ માટેનું યોગદાન ભામાશા પ્રદીપભાઇ રાવલે પૂરું પાડયું હતું આ સેવાભાવી કાર્યમાં પ્રોજેક્ટના ડાયરેક્ટર બંકિમભાઇ મજમુદાર જાયન્ટ્સના સભ્યોએ સમયસર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાથે આવા પિપડા શહેરના વિવિધ વિસ્તારોમાં મુકવાની જવાબદારી જેતે વિસ્તારના રહીશોને સોંપી આ સેવા યજ્ઞમાં યોગદાન આપવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.