Love ni love stories movie
Love ni love stories movie
 • ગુજરાત
વધુ

  ભરૂચ જિલ્લા ના પાલેજ ખાતે હજ તાલિમ શિબિર યોજાઇ

  Must Read

  જુનાગઢ: હાઇવે ઉપર હવામાં ઊડી બોલેરો, લીધો લગ્ન પહેલાં જ યુવકનો ભોગ, અકસ્માતના ફિલ્મી દ્રશ્યો સર્જાયા

  જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના પાસેના પાણીધ્રા હાઇવે પર એકદમ સ્પીડે આવતી બોલેરો જીપ ડિવાઇડર સાથે ભટકાતાં હવામાં...

  રાજકોટ : મિત્રો સાથેની નાની મજાક ફેરવાઈ મોતમાં, જાણો શું છે સમગ્ર ધટના…

  રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના રણુજા મંદિર પાસે રાત્રે આઠેક વાગ્યે...

  સુરત: કીમમાં મહિલા સફાઈ કર્મચારીઓની આળસ, જાહેરમાંજ મૃત જાનવર સળગાવ્યું

  કિમ ગ્રામ પંચાયતની મહિલા સફાઈ કર્મચારીઓ દ્વારા અવારનવાર સફાઈના કામકાજને લઈ વિવાદમાં રહે છે. ચાર દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાં...

  વર્ષ 2106 ની પવિત્ર મકકા શરીફની હજયાત્રાએ જઇ રહેલા હજયાત્રીઓને હજયાત્રા દરમિયાન અદા કરવામાં અાવતા અરકાનોના માર્ગદર્શન અાપવા માટે રવિવારના રોજ ભરૂચ તાલુકાના પાલેજ નગરના મદની હૉલમાં મોહદ્દીસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાંચના ઉપક્રમે હજ તાલિમ શિબિર યોજાઇ હતી. હજ તાલિમ શિબિરનો પ્રારંભ મકકા મસ્જિદના ઇમામ મૌલાના અબ્દુલ સત્તાર અશરફીએ તિલાવતે કલામે પાકની આયતો તથા મદ્રસએ અન્વારે મોહમ્મદીયહના તુલ્બાઓએ નાઅત શરીફ રજુ કર્યા બાદ વિધિવત રીતે શરૂઆત થઇ હતી. ત્યારબાદ મૌલાના હસન અશરફીએ હજ દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોનું સંપૂર્ણ અને વિસ્તૃત રીતે  હજયાત્રીઓને પ્રેકટીકલી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને પ્રથમ વખત પવિત્ર મકકા શરીફની હજયાત્રાએ જઇ રહેલા હજયાત્રીઓ માટે હજ તાલિમ શિબિર મહત્વપૂર્ણ રહી હતી. હજ તાલિમ શિબિરમાં પાલેજ નગર સહિત સાંસરોદ, હલદરવા, વલણ, માંકણ, કંબોલી વગેરે ગામોના 150 જેટલા હજયાત્રીઓએ ભાગ લીધો હતો. હજ તાલિમ શિબિરનું સમાપન સલાતો સલામ અને ફાતેહા ખ્વાનીથી થયું હતું. હજયાત્રાએ જઇ રહેલા હજયાત્રીઓની હજયાત્રા સફળ અને સુખમય નિવડે એ માટે મૌલાના અશરફીએ દુઆ ગુજારી હતી તથા મોહદ્દીસે આઝમ મિશન કમિટી દ્ધારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. હજ તાલિમ શિબિરને સફળ બનાવવા માટે મોહદ્દીસે આઝમ મિશનના પ્રમુખ હાજી ફારૂકભાઇ લાંગીયા, ઉપપ્રમુખ મૌલાના હસન અશરફી તેમજ સદસ્યોએ ખુબ સારી જહેમત ઉઠાવી હતી. મોહદ્દીસે આઝમ મિશન તરફથી હજયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઇ હતી.

  - Advertisement -Love ni love stories movie

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  જુનાગઢ: હાઇવે ઉપર હવામાં ઊડી બોલેરો, લીધો લગ્ન પહેલાં જ યુવકનો ભોગ, અકસ્માતના ફિલ્મી દ્રશ્યો સર્જાયા

  જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના પાસેના પાણીધ્રા હાઇવે પર એકદમ સ્પીડે આવતી બોલેરો જીપ ડિવાઇડર સાથે ભટકાતાં હવામાં...
  video

  રાજકોટ : મિત્રો સાથેની નાની મજાક ફેરવાઈ મોતમાં, જાણો શું છે સમગ્ર ધટના…

  રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના રણુજા મંદિર પાસે રાત્રે આઠેક વાગ્યે મિત્રો સાથે ઉભેલા બાવાજી યુવકને...

  સુરત: કીમમાં મહિલા સફાઈ કર્મચારીઓની આળસ, જાહેરમાંજ મૃત જાનવર સળગાવ્યું

  કિમ ગ્રામ પંચાયતની મહિલા સફાઈ કર્મચારીઓ દ્વારા અવારનવાર સફાઈના કામકાજને લઈ વિવાદમાં રહે છે. ચાર દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાં મૃત ડુક્કરનો નિકાલ ન કરવામાં...

  વડોદરા: જાણો શહેરમાં સૌથી લાંબા ઓવર બ્રિજની કામગીરી બદલ, 23 જાન્યુઆરી સુધી કયા રસ્તાઓ કર્યા બંધ

  વડોદરા શહેરના સૌથી લાંબા ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આંબેડકર સર્કલ પાસે બ્રિજની કામગીરી હાથ ધરી હોવાથી તા. 23...
  video

  જામનગર : હોસ્પિટલના કર્મી પર દર્દીના સગાએ કર્યો હુમલો, નોંધાઈ પોલીસ ફરિયાદ

  જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારી ઉપર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલના સ્ટાફને ધાક ધમકી આપવામાં આવતા...

  More Articles Like This

  - Advertisement -