Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા ની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જંબુસર ખાતે થશે

ભરૂચ જિલ્લા ની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જંબુસર ખાતે થશે
X

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અર્થે એક મહત્વની બેઠક મળી હતી.

ભરૂચ જિલ્લા કલેકટર સંદિપ સાંગલે ની અધ્યક્ષતા હેઠળ આગામી તારીખ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ને લઈને એક મહત્વની બેઠક મળી હતી.આ બેઠકમાં જિલ્લાના જંબુસર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ના ભાગરૂપે શહેર જિલ્લામાં સફાઈ ઝુંબેશ હાથ ધરવા ના સૂચનો પણ કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા.

26મી જાન્યુઆરી ના રોજ જંબુસર ખાતે ધ્વજ વંદન બાદ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિના ગીતો સહિત પોલીસ બેન્ડ ની મધુર સુરાવલીઓ સાથે પોલીસ,એસઆરપી ,હોમગાર્ડ જવાનો,એનસીપી,એનએસએસ ,ના છાત્રો દ્વારા પ્લાટુનો ની માર્ચ પાસ્ટ નું આયોજન કરવામાં આવ્યુ છે.

Next Story