New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/056-e1554563890992.jpg)
ભરૂચના નંદલાવ ગામે એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું.દરમિયાન અચાનક મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી.
આ બનાવમાં દીવાલ ધરાશાયી થતા આ દીવાલ નીચે ત્યાં કામ કરતા 3 શ્રમજીવી દબાઈ જતા તેમને ઈજાઓ પહોંચી હતી.અચાનક દીવાલ ધરાશાયી થતા દબાયેલા શ્રમજીવીઓની બુમાબૂમથી આસપાસના લોકો તેમજ સાથે કામકરતા અન્ય શ્રમજીવીઓ પણ દોડી આવ્યા હતા અને તેઓએ તાત્કાલિક દબાઈ ગયેલ શ્રમજીવીઓને બહાર કાઢ્યા હતા.દીવાલ નીચે દબાયેલા ત્રણેવને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.